તા.ર૪/૭/૧૮ના રોજ શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલમાં મોડાસા તાલુકાનો મહાકલાકુંભ યોજાયો હતો.જેમાં શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયના બાળકો તેમજ શિક્ષાક કલાકારોએ ભાગ લીધેલ જેમાં શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયને જનરલ ચેમ્પિયનશીપ મેળવેલ વિવિધ સ્પર્ધામાં અલગ-અલગ વયમર્યાદામાં બાળકો તથા શિક્ષકોએ ભાગ લઇ આ પ્રમાણે પરિણામો મેળવ્યા હતા.
તમામ સંગીની સ્પર્ધાઓમાં શાળાના શિક્ષાકશ્રી ધર્મેશભાઈ ભાવસાર તથા મેહુલભાઈ બારોટે માર્ગદર્શન આપ્યું હતું. લોકનૃત્યમાં શ્રીમતિ નીતાબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતુ.એકપાત્રીય અભિનયમાં શ્રી હરેશભાઈ વણકરે માર્ગદર્શન આપ્યું.
શાળાના તમામ કલાકારોને શાળાના આચાર્ય શ્રી ડૉ .જિજ્ઞેશભાઈ સુથાર તેમજ પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી આર.કે. પટેલ, મંત્રીશ્રી રણછોડભાઈ પટેલ, પ્રાથમિક વિભાગ ના આચાર્યશ્રી વિનોદભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતા.